મહાશિવરાત્રી પર્વએ અમદાવાદમાં ૩૫ ફૂટ ઊંચા શિવલિંગના દર્શન

0
16

૨૭ લાખ રૂદ્રાક્ષનું મહાશિવલિંગ સાકાર કરાશે
સુરત, તા.૧

અમદાવાદની પવિત્ર ધરતી પર મહાશિવરાત્રી મહોત્સવ સમિતીના તત્વાઘાનમાં ભારતની ભવ્ય આધ્યાત્મિક, વૈદિક અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો અને નવજીવન ફાઉન્ડેશનનાં અંગ દાનના પવિત્ર વૈદકિય સેવા પ્રકલ્પને સાકાર કરવાના પવિત્ર ઉદ્દેશથી મહાશિવરાત્રી મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.
આ મહોત્સવમાં વિશ્વનું સૌથી ઉંચુ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ કરી ૪ વાર લિમકા બુકમા સ્થાન પ્રાપ્ત કરી સવા ૩૫ ફુટની નવી ઉંચાઈ અમદાવાદ પ્રાપ્ત કરશે જે ૨૭ લાખ રુદ્રાક્ષ દ્વારા નિર્મિત થશે.તથા ૨૧ પોથી શિવકથા, ૨૧ કુંડા મહારુદ્ર યજ્ઞ, સમૂહ રુદ્રાભિષેક જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યુ છે.
મહાશિવલિંગ નિર્માણની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભુમિપૂજન ભક્તહ્રદય માનનીય શ્રી કૌશિકભાઈ પટેલ ( મહેસુલ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ), કુશળ વહિવટકર્તા, અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રી માનનીય ડો. વિક્રાંત પાંડેય જી તથા સેવાભાવિ શ્રેષ્ઠી શ્રી યજ્ઞેશભાઈ દવે ( મહામંત્રી, સમસ્ત બ્રહ્મ સમાજ, રાજ્યકક્ષા ) શિવ કથાકાર શ્રી બટુકભાઈ વ્યાસ, પૂ. ૧૦૦૮ મહંત શ્રી રામસ્વરુપપુરીજી, ધોલેશ્વર મહાદેવ અને પૂ. કાલીદાસબાપુના પવિત્ર કરકમલો દ્વારા “કૈલાસ માનસરોવર ધામ” ગણેશ ગ્રાઉન્ડ, ઝાયડસ હોસ્પીટલની બાજુમા, એસ. જી. હાઈ વે, થલતેજ ખાતે સંપન્ન કરવામા આવ્યુ હતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY