પલસાણામાં શેરડીના ખેતરમાં છૂપાવેલા દારૂનો જથ્થો મળ્યો

0
8

પાંચ બૂટેગરોને શોધતી પોલીસ
સુરત, તા.૨
પલસાણા-કારેલી ગામના શેરડીના ખેતરમાંથી પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૩૩૮ નંગ બોટલો કિંમત રૂ. ૧.૩૧ લાખની ઝડપી પાડી હતી. વિદેશીની બોટલો સગેવગે કરનારા ૫ બુટલેગરોને પોલીસ ચોપડે વોન્ટેડ બતાવાયા હોવાનુ઼ પણ પોલીસે જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પલસાણા-કારેલી ગામ ગિરનાર ફળિયામાં રહેતા મુકેશ ઉર્ફે ગુલીયો રાઠોડ, દીપક ભોîઈ, વસંત રાઠોડ, સાગર મોરે તથા સુરેશ વસાવા વિદેશી દારૂની બોટલો લાવી તેનું વેચાણ કરે છે. ગતરોજ પોલીસે કારેલી ગામ ખાતે આવેલા શેરડીના ખેતરમાં દરોડા પાડી વગર પાસ પરમીટનો વિદેશી દારૂની ૧૩૩૮ નંગ બોટલો કિંમત રૂ. ૧.૩૧ લાખની કબજે કરી હતી. પોલીસે આ મુદ્દામાલ સગેવગે અને પોલીસની રેઈડ જાઈને ફરાર થઈ જનારા ૫ આરોપીઊને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે પ્રોહીબશન એકટ મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY