આહવાની સરકારી વિજ્ઞાન કોલેજમાં યુવા દિન ઉજવાયો

0
78

આહવા, તા.૨
આહવાની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે તા.૧રમી જાન્યુઆરી અને રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોના સથવારે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થા તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ, આહવાના આચાર્યા ડૉ.હેતલ રાઉતના મુખ્ય મહેમાન પદે આયોજિત આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વિજ્ઞાન કૉલેજના આચાર્ય શ્રી એન.એમ.ટંડેલે કાર્યક્રમ ઉજવણીનો ઉદૃશ સ્પષ્ટ કરી, યુવા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને સ્વામીજીના જીવનમાંથી બોધપાઠ લઇને કઠોર પરિશ્રમ કરીને ઉચ્ચ કારકિર્દી ઘડતરના નિર્માણ માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન શારીરિક શિક્ષણના અધ્યાપક ડૉ.જે.જે.ચૌહાણે કયુ* હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY