સેન્ટ્રલ ઝોને હાથ ધરેલુ ડીમોલીશન
સુરત, તા.૨
સેન્ટ્રલ ઝોનના ડે.કમિશનર અને કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૨, નોîધ નં.૨૫૩૨/એ, ૨૫૩૩/બ તથા ૨૫૩૨ વાળી મિલ્કતમાં મિલ્કતદાર અસલમ અબ્દુલભાઈ ઈરાની દ્વારા સુરત મહાનગરપાલિકાના મંજુર કરાયેલ પ્લાન વિરૂદ્ધ બાંધકામ કરતા અત્રેથી તા.૧-૨-૨૦૧૯નાં રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાના સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાના સિક્યોરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત છઠ્ઠા માળે આશરે ૧૫૦૦ ચો.ફુટ રેઈનફોરસમેન્ટ, સેન્ટરીંગ, શટરીંગ દુર કરી આશરે ૪૦૦ ચો.ફુટ આર.સી.સી. કોલમો દુર કરવામાં આવેલ છે. સદર મિલ્કતમાં ડીમોલીશન પેટે મિલ્કતદાર પાસે કુલ રૂ.૫૦,૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




