ઉધના ઝોને બે ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા
સુરત, તા.૨
સાઉથ ઝોન ઉધનાના એડી. સીટી ઈજનેર (સી) તથા ઝોનલ ચીફ તેમજ કાર્યપાલક ઈજનેરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સાઉથ ઝોન ઉધના સમાવિષ્ટ ટી.પી. સ્કીમ નં.૧ ઉધના-મજુરા તથા ટી.પી. સ્કીમ નં.૨ ઉધના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં ટી.પી. સ્કીમ નં.૧ ઉધના મજુરામાં આવેલ ફા. પ્લોટ નં.૫૪માં આવેલ ધર્મયુગ સોસાયટીમાં આશરે ૪૦૦ ચો.ફુટ માં આવેલ દુકાનોના શટર નંગ ૪ દુર કરવામાં આવેલ છે. ઉપરાંત ટી.પી. સ્કીમ નં.૨ ઉધનામાં આવેલ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીના પ્લોટ નં.એ/૩ની દક્ષિણ દિશામાં ૨૪૦૦ ચો.ફુટ સેન્ટરીંગ દુર કરવામાં આવેલ છે તથા ૩૦ રનિંગ ફુટ ચણતરની દિવાલ દુર કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





