પાર્કિંગ અંગે કુબેરજી માર્કેટમાં મારામારી

0
6

સુરત, તા.૨
મહિધરપુરા કુબેરજી માર્કેટ વિસ્તારમાં સિક્યુરિટી જવાને મારૂતિવાનના ચાલકને વાન બીજી જગ્યાએ પાર્ક કરવાનુ઼ કહેતા ચારેક ઈસમોએ લાકડીના વડે માર મારી શરીરે ગંભીર ઈજાઓપહોચાડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂળ બાંદા જિલ્લાના વતની અને હાલમાં મહિધરપુરા દિલ્હીગેટ વિસ્તારમાં આવેલ કુબેરજી માર્કેટમાં સિક્યુરિટી જવાબ તરીકે ફરજ બજાવતા રજ્જુસિંગ ઠાકુરે જીજે-૦૫-સીએચ-૧૩૧૬ નંબરના મારૂતિ ચાલકે લિસ્ટની બાજુમાં વાત લાવી પોટલા ઉતારતો હતો ત્યારે તેને વાન આગળ પાર્ક કરવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ ચાર ઈસમોએ લાકડી વડે માર મારી ઈજારો પહોîચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત સિક્યુરિટી જવાબે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોîધવતા પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY