વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી મેળો ખુલ્લો મુકતા મંત્રી કિશોર કાનાણી

0
7

યુવાનોમાં વિવિધ પ્રકારની સ્કિલ વિકસે એ માટે ફિનિશિંગ સ્કૂલ શરૂ કરવામાં આવી છે : આરોગ્યમંત્રી
સુરત, તા.૨

રાજયના યુવાનોને રોજગાર મેળાના માધ્યમથી ઘર આંગણે રોજગારી પુરી પાડવાના રાજય સરકારના અવિરત પ્રયાસોના ભાગરૂપે દ.ગુ. યુનિવર્સિટી કન્વેશન હોલ ખાતે આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોર કાનાણીના હસ્તે ત્રિદિવસીય પ્લેસમેન્ટ મેળાનું ઉદ્દધાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અગ્રણી કંપનીઓ અને વિવિધ વિદ્યાશાખામાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ વચ્ચે કડીરૂપ બનવા માટે “મેગા પ્લેસમેન્ટ કેમ્પ”નું આયોજન સમગ્ર દેશના રાજ્યો પૈકી ગુજરાતમાં પ્રથમવાર કરવામાં આવ્યું છે. રાજયમાં વિવિધ કંપનીઓમાં કુલ ૭૦,૦૦૦ જગ્યાઓ ખાલી છે, એમ જણાવતાં શ્રી કાનાણીએ કહ્યું કે, આ ખાલી જગ્યાઓમાં માત્ર ૬૦,૦૦૦ વિદ્યાર્થીઓની નોંધણી થઇ છે.
શ્રી કાનાણીએ યુવાનોને સારી કારકીર્દિનું ઘડતર કરવા માટે સ્માર્ટ ફોનની જેમ સ્માર્ટ બનવાની શીખ આપતા કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતાં યુવાનોમાં વિવિધ પ્રકારની સ્કિલ વિકસે એ માટે ફિનિશીંગ સ્કુલ શરૂ કરવામાં આવી છે. જેમાં ૪૦-૪૦ વિદ્યાર્થીઓના બેચમાં વિવિધ પ્રકારની ટ્રેનિંગો આપવાની પહેલ કર આવી છે. રોજગારીની તકો પ્રાપ્ત થાય તેના ભાગરૂપે વિદ્યાર્થીઓ સારી રીતે ઈન્ટવ્યું આપી શકે અને યોગ્ય જગ્યાએ નોકરી પ્રાપ્ત કરી શકે તે માટે દ્ભઝ્રય્, અમદાવાદ તરફથી દરેક કોલેજોમાં ટ્રેઈનરો મોકલીને યોગ્ય તાલીમ આપવામાં આવી રહી છે. આ ત્રિવસીય કારકીર્દિ મેળામાં સારી કંપનીઓને સક્ષમ યુવાન કર્મચારીઓ મળી રહેશે. આ કેમ્પની ફલશ્રુતિરૂપ વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક સુષુપ્ત શક્તિઓથી કંપનીઓ પોતાની ઉત્પાદન ક્ષમતામાં અનેકગણો વધારો કરી શકશે અને વિદ્યાર્થીઓ ઉજજવળ કારકિર્દી તરફ ડગ માંડી શકશે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ મેળામાં ૬રર વિદ્યાર્થીઓએ ભાગ લઈ ૧૯ કંપનીઓમાં ઈન્ટરવ્યું આપ્યા હતા. જેમા વિજ્ઞાન, કોમ્યુટર, શિક્ષણ અને હોમ સાયન્સના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે મંત્રીશ્રી તથા કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાના હસ્તે ઈન્ટરવ્યુમાં સફળ થનાર વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ઓર્ડર એનાયત કરાયા હતા.
તા.૦૨જીના રોજ આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ સહિત ૨૧૭૫ રોજગાર વાંચ્છુઓ ભાગ લેશે. જેમાં ૯૧ કંપનીઓ હાજર રહેશે.
તા.૪થી એન્જીનીયરીંગ, ડીગ્રી, ડીપ્લોમાં તેમજ લો ના ૧૪૩૧ વિદ્યાર્થીઓ હાજર રહેશે. જેમાં અંદાજે ૧૧૯ કંપનીઓ ભાગ લેશે. જેથી તા.૨ અને તા.૪થીએ સરકારી અને અનુદાનીત કોલેજોના છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ કરાવેલ છે તેમણે અચૂક હાજર રહેવું અને જેઓ હજુ પણ ભાગ લેવા ઈચ્છતા હોય તેઓ યુનિવર્સિટી ખાતે હાજર રહી તત્કાલ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY