ફેરબદલી થયેલા શિક્ષકોની યાદી વેબસાઈટ પર જાહેર કરાઈ

0
15

શિક્ષકોને કોઈ વાંધા હોય તો તાકીદે રજૂ કરી દેવા
સુરત, તા.૨
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતમાં જિલ્લા ફેરબદલીથી આપના જિલ્લામાંથી આવનાર શિક્ષકની અરજીઓ વર્ષ વાર નોîધવામાં આવેલ છે. જે શિક્ષકો પ્રાથમિક વિભાગમાં છે. તેઅોના નામ પ્રાથમિક વિભાગની ધો.૧ થી ૫ યાદીમાં સામેલ છે. જે શિક્ષકોએ પ્રાથમિક વિભાગમાં અરજી કરેલ અને તેઓએ ધો.૬ થી ૮માં ઉચ્ચ પ્રા.વિભાગમાં વિકલ્પ સ્વીકારી અત્રેની કચેરીને જરૂરી પુરાવા રજૂ કરેલ હશે, તેઓના નામ વિષયવાર ક, ખ, ગ અને વર્ષ વાર યાદી મુજબ નોîધવામાં આવેલ છે.
ઉપરોક્ત સંદર્ભ પત્રથી વેબસાઈટ, ઈમેઇલ ઉપર યાદી મુકવામાં આવેલ હતી. તે મુજબ સુધારા વધારા કરી યાદી ફરીથી આ સાથે મુકવામાં આવે છે. પ્રસિદ્ધ કરેલ શ્રેયાન યાદીમાં જો કોઈ ઉમેદવારને વાંધો હોય, તો તેમણે તા.૪-૨-૨૦૧૯ના રોજ સાંજે ૪.૦૦ કલાક સુધીમાં વાંધા અરજી જરૂરી સાધનિક પુરાવા સહિત લેખિતમાં જાણ કરવાની રહેશે. તા.૪-૨-૨૦૧૯ પછી કોઈપણ પ્રકારની વાંધા અરજ સ્વીકારવામાં આવશે નહીં. તેમજ કેમ્પના દિવસે કોઈપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. જેની ખાસ નોîધ લેવી. શ્રેયાન યાદીમાં જણાવેલ હાજર રહેનાર ઉમેદવારોએ કેમ્પમાં ઉપસ્થિત રહે તે સમયે તેમણે કરેલ અરજીની નકલ સાથે જરૂરી પ્રમાણપત્ર સહિત હાજર રહેવા જણાવવામાં આવે છે. આપના જિલ્લાના જે શિક્ષકોએ અત્રેની સમિતિમાં આવવા માટે જિલલા ફેર બદલીની અરજી કરેલ હોય તેવા તમારા તાલુકાની પ્રા.શા.માં ફરજ બજાવતા શિક્ષકોને જાણ કરવા વિનંતી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY