ડીંડોલી બળાતકાર હત્યા કેસ અદાલતમાં ડોક્ટરની જુબાની

0
24

આગામી ૮’મીએ પીએમ કરનાર તબીબની જુબાની લેવાશે
સુરત, તા.૨
લીંબાયત વિસ્તારમાં રહેતી એક માસુમ બાળાની સાથે બળાત્કાર અને ત્યારબાદ હત્યા કરી નાંખવાના કેસમાં મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાળાએ આરોપીની મેડીકલ તપાસ કરનારા ડોક્ટરની સર તપાસ લીધી હતી. જાકે, બચાવ પક્ષના એડવોકેટ દ્વારા ઉલટ તપાસ લેવાયા બાદ વધુ સુનાવણી ૮મી ફેબ્રુઆરીએ થશે. જાકે, આ મુદ્દત પર બાળકીના મૃતદેહનું પીએમ કરનારા તબીબની સર અને ઉલટ તપાસ લેવામાં આવશે.
આ કેસની વિગતો એવી છે કે ગત તા.૧૪મી ઓક્ટોબર ૨૦૧૮ના રોજ ૪ વર્ષની બાળકી સાથે બળાત્કાર ગુજારી તેની હત્યા કરી કોથળામાં મૂકી દઈ આરોપી અનિલ યાદવ ફરાર થઈ ગયો હતો. હત્યા કરાયા બાદ આરોપી પહેલા ભરૂજ પાલેજ થઈને બિહાર તરફ ભાગી છુટ્યો હતો. પોલીસે બિહારથી આરોપી હત્યારા અનિલ યાદવની ધરપકડ કરી સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી પરીક્ષણ કરાવ્યું હતું અને ત્યારબાદ તેને લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. ચાર્જશીટ અને ચાર્જફ્રેમ કરાયા બાદ આરોપી અનિલ યાદવ સામે ઈન્સાફી કાર્યવાહી શરૂ થઈ હતી. આજની ઠરાવ તારીખે ડીજીપી નયન સુખડવાળાએ આરોપીનું મેડીકલ પરીક્ષણ કરનારા ડોક્ટરની સર તપાસ અને બચાવ પક્ષના એડવોકેટે ઉલટ તપાસ લીધી હતી. વધુ સુનાવણી ૮મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY