સુરત, તા.૨
પશુપાલન ખાતુ ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા હાલમાં સુરત સીટી/જિલ્લામાં ૨૦મી પશુધન વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. જેથી સુરત જિલ્લામાં વસવાટ કરતા પશુપાલકોના ઘરે આવનારા ગણતરીદારો દ્વારા માંગવામાં આવતી વિગતો જેમ કે, ઘર નંબર, મકાન માલિકનું નામ, ફોન નંબર, આવક, જાતિ, ખેતી/ઘરનું ક્ષેત્રફળ, અભ્યાસ, પશુની વિગત આપવા જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



