સેન્ટ્રલ ઝોને સગરામપુરામાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

0
10

ડીમોલેશન પેટે રૂ.૨૦ હજારનો ચાર્જ વસૂલાયો
સુરત, તા.૪
સેન્ટ્રલ ઝોનના ડે.કમિશનર અને કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૦૨ સગરામપુરા નોધ નં.૪૨૧૬/અ અને ૪૨૧૬/બ વાળી મિલ્કતમાં મિલ્કતદાર ચંપકલાલ છગનલાલ જરીવાલા દ્વારા સુરત મહાનગરપાલિકાના મંજુર કરાયેલ પ્લાન વિરૂદ્ધ બાંધકામ કરતા અત્રેથી તા.૨-૨-૨૦૧૯નાં રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાના સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાના સિક્યોરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત પાંચમાં માળે આશરે ૨૧૦૦ ચો.ફુટ આર.સી.સી. કોલમ, સેન્ટરિંગ, શટરિંગ દૂર કરવામાં આવેલ છે. સદર મિલ્કતમાં ડીમોલીશન પેટે મિલ્કતદાર પાસે કુલ રૂ.૨૦,૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY