સુરત શહેરમાં વધુ ત્રણ સ્થળે ચોરી : ૩.૪૨ લાખની મતા ચોરાઈ

0
8

સચીન જીઆઈડીસીમાં સાંઈબાબા મંદિરમાં ચોરી
સુરત, તા. ૦૪
શહેરમાં ચોરીના બનેલા ત્રણ બનાવમાં રૂ. ૩.૪૨ લાખની મતા ચોરાઈ હતી.
પ્રથમ બનાવમાં નાના વરાછા ભીડભંજન સોસાયટી ઘર નં. ૧૦/૧૧ïમાંથી અજાણ્યા તસ્કરો રોકડા રૂ. ૩૦ હજાર, સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે રૂ. ૧,૯૩,૦૦૦ની મતા ચોરી કરી ગયા હતા. ઘર માલિક છગનભાઈ મનજીભાઈ નવાïપરાએ સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી.
બીજા બનાવમાં મહિધરપુરા સુમુલ ડેરી રોડ સહયોગ સોસાયટી ઘર નં. ૬૦માંથી તસ્કરો રોકડા રૂ. ૧૫૦૦૦ સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે રૂ. ૧.૧૪ લાખની મતા ચોરી કરી ગયા હતા. ઘર માલિક મહેશભાઈ ચેતનભાઈ પટેલે મહિધરપુરા પોલસ મથકે ફરિયાદ નોધાવી હતી.
ત્રીજા બનાવમાં સચીન જીઆઈડીસી શિવનગર પાસે આવેલ સાંઈબાબા મંદિરના ગર્ભગૃહનો દરવાજાનું તાળુ તોડી બે અજાણ્યા ચોલર સાઉન્ડ સિસ્ટમ, મીક્ષર, દાનપેટીના રોકડા રૂ. ૧૦,૦૦૦ મળી કુલ્લે રૂ. ૩૫૦૦૦ની મળી ચોરી ગયા હતા. બનાવ અંગે અશોકકુમાર કનૈયાજી સાદસિંગ પોલીસ ફરિયાદ નોîધાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY