સુરત,તા.૪
સુરતમાં સ્કૂલ વાન ચાલકની ગંભીર બેદરકારીની સામે આવી છે. બાળકને ઉતારવા માટે આવેલા સ્કૂલ ચાલકે વિદ્યાર્થી ઉતરે તે પહેલા જસ્કૂલ વાન હંકારી કાઢતા વાનના આગળ અને પાછળનું ટાયર વિદ્યાર્થી ઉપર ફરી વળ્યું હતું. જાકે, આ ઘટનામાં સ્કૂલ સંચાલક વાન ચાલકી તરફેણ કરતા નિવેદન આપી રહ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. આ સાથે જ વાલીઓમાં પણ રોષ ફેલાયો હતો.
મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણના સંસ્કારકુંજ વિદ્યાપીઠ દાંડી રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં આજે સોમવારે નિત્યક્રમ પ્રમાણે સ્કૂલવાન વિદ્યાર્થીને મૂકવા આવી હતી આ દરમિયાન જુનિયર કેજીમાં અભઅયાસ કરતો વિદ્યાર્થી નીચે ઉતરે એ પહેલા જ વાન ચાલકે વાન હંકારી હતી. અને બાળખ નીચે પડતા વાનના આગળના અને પાછળના બંને ટાયર વિદ્યાર્થી ઉપર ફરી વળ્યા હતા. આ સમગ્ર ઘટના નજીક લાગેલા સીસીટીવમાં કેદ થઇ હતી.
વિદ્યાર્થીઓ બૂમો પાડવા છતાં પણ ચાલકે વાન ઊભી રાખી ન હતી. જાકે, બહારથી લોકો આવી ચઢતા વાન ઊભી રાખી હતી. ઘટનાને નજરે જાનારા માતાએ આક્ષેપ કર્યો છે કે, આ વાનચાલક કોઇના કોઇ રીતે ગુસ્સામાં હોય છે. તેની વર્તન સારું નથી રહેતું, ખુબ જ બેદરકારીથી વાન ચલાવે છે. અમે ઉપરથી જાઇ રહ્યા હતા કે, બાળક નીચે પડ્યું છે .
અમે બુમો પાડી છતાં પણ તેણે વાન ઊભી ન રાખી. જાકે, બહારથી લોકો આવી જતાં ચાલકે વાન ઊભી રાખી હતી. ત્યારબાદ વાન સંચાલક સાથે વાત કરતા વાન સંચાલક ખરચો આપવા માટે તૈયારી બતાવી હતી.
તો બીજી તરફ સ્કૂલ તંત્રએ પણ વાન ચાલકની તરફેણ કરતા નિવેદન આપ્યા હતા. જાકે, વાન ચાલકની આવી ગંભીર બેદરકારના કારણે વાલીઓમાં રોષ ફેલાયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



