દક્ષિણ ગુજરાતમાંથી શિયાળાની વિદાય : સતત તાપમાનમાં વધારો

0
5

બે દિવસમાં તાપમાન એકાએક પાંચ ડિગ્રી વધી ગયું
સુરત, તા.૫
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે તાપમાનમાં સડસડાટ વધારો થતા ઠંડીથી રાહત મળવાની સાથે બપોરે ગરમીનો અનુભવ થવા લાગ્યોછે આજે ન્યુનત્તમ તાપમાનમાં એક સાથે ૩ ડિગ્રીનો વધારો નોંધાયો છે. ગત બે દિવસમાં સડસડાટ તાપમાનમાં ૫ ડિગ્રીનો વધારો નોંધાયો છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૩.૮ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૦.૮ ડિગ્રી નોંધાયુ છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા અને હવાનું દબાણ ૧૦૧૭.૬ મલીબાર નોંધાયું છે. ગતરોજની સરખામણીએ આજે ન્યુનત્તમ તાપમાનમાં ૩ ડિગ્રીનો વધારો નોîધાયો છે. મળસ્કે વાતાવરણમાં ઠંડ મળી હતી પરંતુ સૂર્યોદયની સાથે સાથે તાપમાન વધતા બપોરના સમયે તાપનો અનુભવ થયો હતો. આમ બે દિવસમાં તાપમાનમાં સડસડાટ ૫ ડિગ્રીનો વધારો નોંધાયો છે. નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૫.૧ ડિગ્રી નોંધાયું છે. જે ગતરોજ ૧૪.૫ ડિગ્રી નોંધાયું હતું. વલસાડમાં આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૬.૬ ડિગ્રી નોંધાયું છે. ગતરોજની સરખામણીએ આજે ૩ ડિગ્રીનો વધારો નોંધાયો છે. આમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી તાપમાનમાં વધારો થતા બપોરના સમયે આકરા તાપનો અનુભવ થઈ રહ્ના છે. આગામી દિવસોમાં ઠંડીની વિદાય સાથે ઉનાળાની શરૂઆત થાય તેવી શક્યતા છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં ન્યુનત્તમ તાપમાનમાં સડસડાટ ૫ ડિગ્રી વધારો થતા આજે ઠંડી ગાયબ થઇ હોય તેવો શહેરી વિસ્તારમાં અનુભવ થયો હતો. આગામી સપ્તાહ સુધી તાપમાન યથાવત રહેશે અને ત્યારબાદ ધીરે ધીરે શિયાળાની વિદાય માન્ય તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY