મામલો પોલીસમાં પહોંચતા પરિણીતા અને પ્રેમી યુવકની ધરપકડ
સુરત, તા.૫
અંકલેશ્વરના કોસમડી ગામે રહેતાં ઈસમની પત્નીએ ખોટા દસ્તાવેજ બનાવીને પ્રેમી સાથે લગ્ન કરી લેવાની ફરિયાદમાં બેય આરોપીને જીઆઈડીસી પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મૂળઇ આસામના જોરદારના રહેવાસી શ્યામ સુંદર રામકુમાર અગ્રવાલ અંકલેશ્વરના કોસમડી ગામ સ્થિત અંબ્રેગ્રીન સિટીના મકાન નં. બી-૧૨૪માં રહે છે અને કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલાં છે. તેમના પત્ની અંજુ શ્યામ સુંદર અગ્રવાલને રાજસ્થાનનાં જયપુર ખાતે રહેતા હેમરાજ હનુમાન બેરવા સાથે પ્રથમ સોશિયલ સાઈટ પર પરિચય થયો હતો અને નિયમિત સંપર્કના પગલે બેય વચ્ચે પ્રણય પાંગર્યો હતા. હેમરાજે અંજુને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાનું જણાવતાં પ્રેમમાં અંધ અંજુ અવાર નવાર ખોટું બોલીને તેને મળવા જયપુર પણ પહોંચી હતી. વર્ષ ૨૦૧૭થી તા. ૧૪/૫/૨૦૧૮ દરમિયાન કોઈપણ સમયે અંજુ અને હેરાજે શ્યામ સુંદર અગ્રવાલને અંધારામાં રાખી કાવતરું રચીને ૫૦૦ રૂ.ના સ્ટેમ્પ પેપર પર ડિસ્ક્રીપ્શનમાં અંજુએ ડિવોર્સી લખીને પાછળના ભાગે સદંતર ખોટી વિગતો દર્શાવી હતી એટલું જ નહીં પરંતુ કોઈ સ્ટેમ્પ વેન્ડરના એટેસ્ટેડ અને ગોળ સિક્કા મારેલા પેપર્સ મેળવી અને ગોળ સિક્કાવાળો ભાગ કાપીને પોતાના અનેપોતના પતિ શ્યામ સુંદરની ખોટી ડિવોર્સી ડીડ બનાવી હતી. આ ખોટા દસ્તાવેજાના આધારે અંજુએ હેમરાજ સાથે લગ્ïનકરી લીધા હતાં અને બંને જયપુર ખાતે રહેતાં હતાં. બનાવ અંગે શ્યામ સુંદર અગ્રવાલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ સઘન શોધખોળ આરંભીને આરોપી અંજુ તથા હેમરાજને જયપુર ખાતે અગ્રવાલ ફર્મમાંથી ઝડપી પાડયાં હતાં. જીઆઈડીસી પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




