અન્ના હજારેના સમર્થનમાં સુરતમાં આમરણ ઉપવાસમાં આંદોલન શરૂ

0
23

ઈન્ડિયા અગેન કરપ્શન મુમેન્ટના કાર્યકરો કલેક્ટર કચેરી પાસે ઉપવાસ પર બેઠા
સુરત, તા.૫
લોકપાલની માંગણી સાથે સમાજ સેવક અન્ના હજારે શરૂ કરવા ઉપવાસના સમર્થનમાં સુરત ખાતે ઈન્ડિયા અગેન્સટ કરપ્શન મુવમેન્ટ ગુજરાતના કાર્યકરોએ પણ કલેક્ટર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે.
આ સંગઠને કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સમાજ સેવક અન્નાજી દ્વારા વારંવાર માગ પત્ર આપવા છતાં પણ ભ્રષ્ટાચારને પોષતી સરકાર દ્વારા આમ આદમીની ધીરજની કસોટી કરી રહી છે આજે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ લોકપાલ લટકી રહ્નાં છે. કિસાનો રોજબરોજ આત્મહત્યા કરે છે. શહીદ જવાનોની પરિવારજનો ટળવળે છે. ચૂંટણી પ્રક્રિયા સામે પ્રશ્નો સર્જાય રહ્નાં છે. આઝાદ ભારતમાં લોકતંત્રને જ ફાંસી આપતા હોય, એવો નજારો-તાયફા જાવા મળે છે. સંવૈધાનિક સંસ્થાઓની વિશ્વસનીયતા ઉપર સવાલ ઉઠી રહ્ના છે. આ તમામ પ્રશ્નો સાથે સંસ્થાના આગેવાન દીપક પટેલ સહિતની ટીમ આજથી આમરણાં ઉપવાસ શરૂ કર્યા છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY