ટાંચમાં લીધીસ્થળ પર કડકાઈ પૂર્વક રૂ.૨૮.૩૫ લાખની વસૂલાત કરાઈ
સુરત, તા.૫
સાઉથ ઈસ્ટ ઝોન લીંબાયતના ડે.કમિશનર સાહેબની સૂચના અને મે.આસી. કમિશનરના માર્ગદર્શન હેઠળ આકારણી અને વેરા વસૂલાત વિભાગના સ્ટાફ દ્વારા તા.૪-૨-૨૦૧૯ના રોજ ભાઠેના વિસ્તારમાં આવેલ મિલેનીયમ માર્કેટ-૨માં વેરા વસૂલાતની ઝુંબેશ કરવામાં આવતા લાંબા સમયથી વેરો ભરપાઈ ન કરતા કરદાતાઅોમાં ફફડાટ ફેલાયો હતો. જેમાં ૧૪ જેટલી મિલકતોને ટાંચમાં લઈ સીલ કરવામાં આવતા ઘણાં કરદાતાઑએ સ્થળ પર જ રૂ.૨૮,૩૫, ૬૨૫ થી વધુની રકમની વસૂલાત કરી દીધેલ છે.
વધુમાં તા.૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં સાઉથ ઈસ્ટ ઝોન લીંબાયતમાં આવેલ તમામ ઈન્ડસ્ટ્રીયલ તેમજ કોમર્શિયલ વિસ્તારમાં પણ લાંબા સમયથી વેરો ભરપાઈ ન કરતા કરદાતાની મિલ્કતોને ટાંચમાં લઈ સીલીંગની કાર્યવાહી કરવામાં આવનાર છે તથા રેસીડેન્સ એરિયામાં બાકીદારોની મિલ્કતોમાં નળ કનેકશન તેમજ ડ્રેનેજ કનેકશન કાપવાની ઝુંબેશ કરવામાં આવનાર છે. આથી જે કરદાતઊઑનો મિલ્કત વેરો બાકી છે. તેમણે ઝોન ઓફિસ તથા સીવીક સેન્ટરનો સંપર્ક કરી તાત્કાલિક વેરો ભરવા ખાસ જણાવવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



