આજે સાંજે વધારા-ઘટાડા સાથે બજેટને બહાલી અપાશે
સુરત, તા.૫
સુરત મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટ માટે ગતરોજ સવારથી સાંજ સુધી ચર્ચા કરવામાં આવી હતી. આજે બીજા દિવસે પણ ચર્ચા વિચારણા બાદ સાંજે સ્થાયી સમિતિ બજેટને સુધારા વધારા સાથે મંજુર કરી સામાન્ય સભામાં મંજૂરી માટે રજૂ કરશે.
સુરત મહાનગરપાલિકા અને સમિતિનું આગામી નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માટેનું અંદાજીત બજેટ અને ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટેનું સંશોધિત બજેટ પર સ્થાયી સમિતિમાં સતત બે દિવસ સુધી શાસકોએ ચર્ચા વિચારણા કરીï. સ્થાયી સમિતિ દ્વારા જરૂરી સુધારા વધારા સાથે બજેટને મંજૂર કરવામાં આવ્યું છે. આજે સાંજે સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલ ગોપલાણી સત્તાવાર રીતે પત્રકાર પરિષદ સંબોધીને બજેટમાં કરવામાં આવેલ સુધારા વધારાની માહિતી આપશે. કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટમાં કર દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હોવાથી સ્થાયી સમિતિ પણ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કર દર યથાવત રાખશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



