હજીરામાં બાળકી પર બળાત્કાર કેસમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસ

0
4

ડીટેઈન કરાયેલા શકમંદોની પોલીસ દ્વારા તપાસ
સુરત, તા.૧૨
બે દિવસ અગાઉ હજીરાના નવીન મોહનની ચાલમાંથી ત્રણ વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બનાવમાં હજુ સુધી આરોપીની કોઈ ચોક્કસ માહિતી પોલીસને મળી નથી. આ બનાવની વધુ તપાસ ક્રાઈમ બ્રાનચ કરી રહી છે.
હજીરા પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હજીરા ગામમાં આવેલ નવીન મોહનની ચાલીમાં રહેતી પરપ્રાંતીય પરિવારની ત્રણ વર્ષની માસુમ બાળકી ગુરૂવારે બપોરે ૩ વાગે ગુમ થઈ હતી. જે સાંજે ઘરે પાછી આવી ત્યારે તેણીના શરીરે ઈજાના નિશાન દેખાયા હતા. બાળકી ગુપ્ત ભાગે દુઃખાવો થતો હોવાનું જણાતાં તેણીને નવી સિવિલ હોસ્પિટલ લઈ જતા બાળકી સાથે દુષ્કર્મ આચરાયું હોવાનું જણાઈ આવ્યું હતું. આ બનાવને બે દિવસ થઈ ગયા છતાં પણ આરોપી અંગે હજી સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. આજુબાજુના શંકાસ્પદ સગીરોની ક્રાઈમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY