સુરત,તા.૫
અમદાવાદના નરોડાથી નવરાત્રી દરમિયાન લાપત્તા સગીર કિશોરીને કતારગામ પોલીસે આજથી ચાર મહિના પહેલા ચકચારી કાનજી કુંભાર હત્યાના ગુનામાં પરિવારના અન્ય સભ્યો સાથે જેલમાં મોકલી આપી હતી. જા કે, કિશોરીના પિતાએ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તથા અન્ય દસ્તાવેજી પુરાવાની ધ્યાને લઇ સગીરની ઉંમર ૧૪ વર્ષની હોય જેલમાંથી જુવેનાઈલ રિમાન્ડ હોમમાં મોકલી આપી હતી.
કતારગામ પોલીસે લાજપોર જેલમાથી સગીર કિશોરીને કોર્ટમાં રજુ કરતા તેને જુવેનાઇલ રિમાન્ડ હોમમાં મોકલી આપી હતી. જે દરમિયાન અમદાવાદ પોલીસ પણ આજે સુરત હાજર રહી હતી. અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગત નવરાત્રી દરમિયાન ઘરેથી લાપતા થયેલી કિશોરીની ફરિયાદ નોંધાઇ હતી. જેથી અમદાવાદ પોલીસે પણ આ મામલે સર્ચ હાથ ધરી છે અને સુરત કોર્ટમાં હાજર રહી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




