દિલ્હી,તા.૨૧
આચાર સંહિતાના ઉલ્લંઘનના એક મુકદ્દમાને કારણે ભારત સરકારના મંત્રી નિતિન ગડકરી અને ભદોહીના સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્ત વિરૂધ્ધ કોર્ટમાં હાજર નહીં થવા મુદ્દે એક જમાનતવાળું વોરંટ જાહેર થયું છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ પ્રકરણ સ્પેશ્યલ કોર્ટ(એમપી-એમએલએ)માં સુનાવણી નક્કી કરવામાં આવી હતી. આ મામલે આગામી સુનાવણી ૧૮ ડિસેમ્બરના રોજ થશે. આપને જણાવી દઇએ કે, આ સમગ્ર પ્રકરણ ભદોહીના સુરિયાંવા પોલીસ સ્ટેશનનું છે. વાદી અજય વિક્રમ અને જંગીલાલ મૌર્ય કાર્યકારી મેજસ્ટ્રેટને આ આ રિપોર્ટ નોંધાવ્યો હતો.
ભાજપના ઉમેદવાર વીરેન્દ્ર સિંહ મસ્તના સમર્થનમાં સુરિયાંવાના રાજેશ સિંહના બગીચામાં ૨૮ એપ્રીલ ૨૦૧૪ના રોજ ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવેલ.
આ ચૂંટણી સભા માટે સ્થાનિક વ્યવસ્થાતંત્ર દ્વારા સાંજના ૫ વાગ્યા સુધી મંજૂરી આપી હતી. આરોપ મુજબ નિતિન ગડકરીએ પાંચ વાગ્યા પછી જ સભા સ્થળે પહોંચીને જનસભાને સંબોધન કર્યું હતું અને મતદાન કરવાની અપીલ કરી પણ કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





