રેલમંત્રી પીયૂષ ગોયલજીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો
સુરત, તા. ૦૬
સાંસદ સી.આર.પાટીલની આગેવાનીમાં આજે દિલ્હી ખાતે વિવિધ પ્રતિનિધિ મંડળો દ્વારા રેલ્વેની લગતી સમસ્યાઓના ઉકેલ માટે કેન્દ્રીય રેલ્વે પ્રધાન શ્રી પીયુષ ગોયલજીને રજુઆત કરવામાં આવી છે. જેનો હકારાત્મક પ્રતિસાદ પણ તેમના તરફથી મળ્યો છે. આજે કેન્દ્રીય રેલ્વે પ્રધાન શ્રી પીયુષ ગોયલજીને કરવામાં આવેલી રજુઆતો ઈંદોર થી ગાંધીનગર જતી ઈંદોર જી.એન.સી. એક્સપ્રેસ ૧૯૩૧૦ અને મુંબઈ થી રવાના થતી ૧૨૨૨૮ દુરન્તો એક્સપ્રેસ ટ્રેન રાત્રે ૧૦.૪૦ થી ૧૧.૦૦ વાગ્યા દરમ્યાન વડોદરા રેલ્વે સ્ટેશન પર પહોંચે છે, આ બન્ને ટ્રેન લગભગ એક જ સમયે એક સ્ટેશન જ ઉભી રહે છે, ત્યારે મુંબઈથી રવાના થતી દુરન્તો એક્સપ્રેસને જો સુરત સ્ટોપેજ આપવામાં આવે તો તેનો લાભ સુરતવાસીઓને મળી શકે એમ છે.
નવસારીએ આખા જીલ્લાનું ડિસ્ટીક્ટ હેડક્વોર્ટર છે, અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ટૂંક સમય પહેલા જ દેશવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવેલા દાંડીના નમક સત્યાગ્રહ સ્મારકને કારણે હવે નવસારીને વિશ્ર્વના ફલક પર સ્થાન મળ્યું છે ત્યારે, રાજસ્થાનથી નવસારી આવતાં અને નવસારીથી રાજસ્થાન જતાં ઔતિહાસીક સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓને ધ્યાનમાં લઈ ૧૨૯૯૫-૧૨૯૯૬ બાંદ્રા અજમેર એક્સપ્રેસ ટ્રેનને નવસારી રેલ્વે સ્ટેશન પર સ્ટોપજ આપવું જોઈએ, આ ઉપરાંત નવસારીમાં વર્ષોથી રોજગાર માટે આવીને વસેલા રાજસ્થાનના ભીલવાડા, ઉદેપુર, ચિત્તોડગઢ અને મંદોસર જીલ્લાના પ્રવાસીઓને પોતાન વતન જવા માટે સીધી નવસારીથી એક પણ ટ્રેન નથી, તેમણે ક્યાં તો વલસાડ અથવા સુરત આવી ટ્રેન પકડવી પડે છે ત્યારે બાંન્દ્રા-અજમેર એક્સપ્રેસ ટ્રેનને નવસારી સ્ટોપેજ આપવામાં આવે તો એક સાથે ઘણી સમસ્યાઓનો ઉકેલ આવશે, આ બાબતે મત્રીશ્રી તરફથી સાંસદ સી.આર.પાટીલ સાથે ગયેલા પ્રતિનિધિ મંડળને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
સુરતના ઔધોગીક એકમોમાં કામ કરતાં મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાંથી આવીને વસેલા મધ્યમવર્ગના કામદાર પરીવારોને માદરે વતન જવા માટે ટ્રેનની મુસાફરી ખુબ જ સસ્તી અને સરળ પડે છે, પરંતુ હાલમાં અમદાવાદથી થિવમ-ગોવા તરફ જતી ટ્રેન ૦૯૪૧૮ અને ૦૯૪૧૭ અઠવાડિયામાં માત્ર ૩ દિવસ ચલાવવામાં આવે છે, જો તેને દરરોજ દોડાવામાં આવે તો સુરતમાં રહેતા કોંકણ વિસ્તારના મહારાષ્ટ્રીય લોકોની સમસ્યાનો ઉકેલ આવી શકે છે, આ સંદર્ભે કોંકણ વિસ્તારના સુરતના પ્રતિનિધિ ગણેશભાઈ અને સુરેશભાઈની સાથે સાંસદ સી.આર.પાટીલ દ્વારા રેલ્વે પ્રધાન પીયુષ ગોયલજીને રજુઆત કરવામાં આવી છે, આ બાબતે આગામી દિવસામાં ઉકેલ આવશે તેવી બાહેંધરી મંત્રીશ્રી દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના લોકો માટે પણ મહેસાણા જવા માટે વિસાભાઈ પટેલ અને ગણપતભાઈ પટેલ દ્વારા સી.આર.પાટીલની આગેવાનીમાં રેલ્વે પ્રધાન શ્રી પીયુષ ગોયલજીને સુરતથી આબુરોડ માટે નવી ટ્રેન આપવા રજુઆત કરવામાં આવી હતી.
નવસારી લોકસભા વિસ્તારમાં આવેલી વિજલપોર નગરપાલીકાના પ્રમુખ જગદીશભાઈ મોદી, નગરપાલિકાના પદાધીકારીઓ અને આગેવાનોએ સાંસદ સી.આર. પાટીલની આગેવાનીમાં રેલ્વે પ્રધાન શ્રી પીયુષ ગોયલજીને રેલ્વે લાઈનને અડીને સ્ટ્રોમ વોટર ટ્રેનેજ લાઈન નાંખવાના કામ માટે રેલ્વે વિભાગ તરફથી ઝડપથી મંજૂરી આપવામાં આવે તો વિજોલપોર નગરપાલિકા વિસ્તારમાં રહેતાં લોકોની સમસ્યાનો ઝડપથી ઉકેલ આવી શકે તે માટે રજુઆત કરવામાં આવી હતી. આ મુદ્દે પણ રેલ્વે પ્રધાન પિયુષ ગોયલજી દ્વારા સાંસદ સી.આર.પાટીલ અને વિજલપોર નગરપાલિકાના આગેવાનોને સુખદ ઉકેલની ખાતરી આપી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




