દક્ષિણ ગુજરાતમાં ઠંડીની વિદાય : તાપમાનમાં વધારો નોંધાયો

0
13

અધિકત્તમ અને ન્યુનત્તમ તાપમાન ૨ ડિગ્રી વધતા બપોરે ગરમીનો અનુભવ
સુરત, તા. ૦૬
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે તાપમાનમાં વધારો થતા ઠંડીથી રાહત મળવાની સાથે ગરમીમાં વધારો થઈ રહ્ના છે. આગામી દિવસોમાં શિયાળો પૂરો થવાની અને ઉનાળાની શરૂઆત થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૪.૬ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૮.૨ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા તેમજ હવાનું દબાણ ૧૦૧૫.૮ મીલીબાર નોંધાયું છે. શહેરમાં પૂર્વ દિશાથી કલાકના ૨ કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. શહેરમાં ગતરોજની સરખામણીએ આજે અધિકત્તમ તાપમાનમાં બે ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો નોંધાયો છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયું છે. વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૬.૧ ડિગ્રી નોંધાયું છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે તાપમાનમાં વધારો થતા ઠંડીનું પ્રમાણ ઘટવાની સાથે ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્ના છે. બપોરના સમયે આકરા તાપનો અનુભવ થઈ રહ્ના છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY