સાઈકલ સવાર યુવાનને ચપ્પુના ઘા ઝીંકાયા : લૂંટની શંકા
સુરત, તા. ૦૬
આજે સવારે ઉધના મગદલ્લા રોડ શનિદેવ મંદિર સામે સોમા કાનજી વાડી વિભાગ-૨ પાસે સાઈકલ સવાર યુવાન લોહી લુહાણ હાલતમાં મળતા રાહદારીઓ દ્વારા ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી. મૃતક યુવકની લૂંટના ઈરાદે ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી હોવાની આશંકા સેવાઈ રહી છે.
ખટોદરા પોલીસ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ઉધના મગદલ્લા રોડ સોમા કાનજી વાડી પાસે એક અજાણ્યો યુવાન લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો. સાઈકલ સવાર અજાણ્યા યુવકને ચપ્પુના ઘા મારતા લોહી લુહાણ હાલતમાં પડયો હતો. બનાવ અંગે રાહદારીો દ્વારકા પોલીસ અને ૧૦૮ને જાણ કરવામાં આવીછ હતી. મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી સાઈકલ સવાર યુવક ઈન્ડસ્ટ્રીઝ સોસાયટીનો જ કોઈ કારખાનાનો કર્મચારી હોવાની આશંકા છે. યુવકોને ચપ્પુના ઘા મારછી હત્યા કરવામાં આવી છે જેથી લૂંટની આશંકા સેવાઈ રહી છે. ખટોખદરા પોલીસે અજાણ્યા યુવકની કોઈ અજાણ્યા વ્યકિત દ્વારાહત્યા કરવામાં આવી હોવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



