ગોપીપુરા સુભાષ ચોક પાસેની મિલન કટપીસ સેન્ટરમાં આગ

0
6

કાપડનો જથ્થો, પેપર રૂમાલ અને દફતર આગમાં સ્વાહા
સુરત, તા. ૦૬
આજે સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે ગોપીપુરા સુભાષ ચોક ખાતે આવેલ મીલન કટપીસ સેન્ટરમાં આગ લાગી હોગવાનો મેસેજ મળ્યો હતો. બનાવની પણ થતા જ મુગલીસરા ફાયર સ્ટેશનના અધિકારી હાર્દિક પટેલ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણસર કાપડની દુકાનમાં આગ લાગી હોવાથી કાપડનો જથ્થો, પેપર રૂમાલનો જથ્થો, અને દફતરનો જથ્થો આગમાં સ્વાહા થઇ ગયો હતો. આગથી કોઈપણ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગથી દુકાનમાં મોટુ નુકસાન થયું હતું. આગપર ફાયરના જવાનોએ કાબૂ મેળવ્યો હતો. ગણતરીના સમયમાં આગને કાબૂમાં મેળવતા આજુબાજુના દુકાનોને આગથી બચાવવામાં સફળતા મળી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY