સુરત,તા.૬
અમરેલી રાજદ્રોહ કેસમાં પાટીદાર અનામત આંદોલન સમિતીના નેતા અલ્પેશ કથીરિયાને પોલીસ શોધી રહી છે. દરમિયાન અલ્પેશ કથીરિયાની એક ઓડિયો કિલપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં કોંગ્રેસને પોતાના બેનરોમાંથી સરદાર પટેલની તસવીર કાઢી નાખવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
છેલ્લા ૭૦ વર્ષથી સરદાર પટેલના નામે માત્રને માત્ર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ રાજકારણના રોટલા શેકી રહી છે. અટલે બંને કોઈ પણ પ્રકારની ચૂંટણીમાં સરદાર પટેલના નામનો દૂરઉપયોગ ન કરે. અને ૭૦ વર્ષ બાદ ગુજરાતની કોંગ્રેસ પાર્ટીએ પોતાના બેનરમાં સરદાર પટેલને સ્થાન આપ્યું છે.અને સરદાર પટેલના ફોટોનો ઉપયોગ કરી સમાજને ગેરમાર્ગે દોરી ચૂંટણી જીતવાનો નિષકલંક પ્રયાસ કરી રહી છે.મારી મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતની કોંગ્રેસ અને રાષ્ટ્રીય કોંગ્રેસને વિનંતી છે કે ૨૪ કલાકની અંદર તમામ બેનરમાંથી સરદાર પટેલના ફોટોને દૂર કરવામાં આવે. કેમ કે ૭૦ વર્ષ સુધી જેમણે સરદાર પટેલના ફોટાને પોતાના ફોટામાં કે કિયાય સ્થાન ન આપ્યું એ માત્રને માત્ર ૨૦૧૯ના ઈલેક્શન જીતવા માટે સરદાર પટેલના ફોટાનો રાજકીય દૂરઉપયોગ ન કરી શકે. ૨૪ કલાકમાં તમામ બેનરમાંથી સરદાર પટેલના ફોટો દૂર નહીં કરવામાં આવે તો ગુજરાતભરની પાસની ટીમ ઉગ્રમાં ઉગ્ર વિરોધ કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



