૨.૪૦ લાખની ઠગાઈ કરાતા સાડીના વેપારી સામે ફરિયાદ

0
20

ટૂંક સમયમાં માલનું પેમેન્ટ કરવાનો વાયદો કરી છેતરપિંડી
સુરત, તા. ૦૭
જીઆવ ગામના વેપારીએ ઉધારમાં સાડીનો જથ્થો લઈ પેમેન્ટ નહીં કરી વિશ્વાસઘાત-છેતરપિંડી બનાવï પ્રકાશમાં આવ્યો છે. ફરિયાદીએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર જીઆવ ગામના વેપારીએ ઉધારમાં રૂ. ૨.૪૦ લાખની સિટી ખરીદી પેમેન્ટ નહીં ચૂકવતાં પોલીસ ફરિયાદ થઈ હતી. સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સિટી લાઈટ ઓપેરા હાઉસમાં રહેતા અંકિત શેયરકુમાર અગ્રવાલ પાસેથી અમરોલી રામશંકર ઈન્દ્રજીતે રૂ. ૨.૪૦ લાખની સાડીનો જથ્થો ખરીધ્યો હતો ટૂંક સમયમાં પેમેન્ટનો વાયદો કર્યા બાદ પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. સલાબતપુરા, પોલીસે વેપારી અંકિત અગ્રવાલની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY