થલતેજ અને પ્રહલાદ નગરમાં પોલીસે દરોડા પાડયા
બારડોલી, તા. ૦૭
શહેરમાંથી આજે બે કોલ સેન્ટર થલતેજ અને પ્રહલાદ નગરમાંથી ઝડપાયા છે. જેમાં કુલ ૪૬થી વધારે યુવક યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે. થલતેજનાં એલિગન્સમાંથી ઝડપાયેલ કોલ સેન્ટરમાંથી ૨૦ યુવાનો અને ૧ યુવતીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં હજી બે લોકો ફરાર છે. ઘટના સ્થળેથી પોલીસે મોબાઈલ, લેપટોપ, ટુ-વ્હીલર, ફોર વ્હીલર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે પ્રહલાદ નગરનાં પેલેડિયમ કોમ્પલેક્ષમાંથી ઝડપાયેલ કોલ સેન્ટરમાંથી ૨૫થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યાંથી પણ મોબાઇલ અને લેપટોપ જપ્ત કરાયા છે.
થલતેજમાંથી ઝડપાયેલ કોલસેન્ટર મામલે મળતી માહિતી પ્રમાણે પોલીસને મોડી રાતે બાતમી મળી હતી કે થલતેજનાં અર્થ એલિગન્સમાં એક કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસે ત્યાં દરોડા પાડતા ત્યાંથી ૨૩ લોકોની સાથે મોબાઈલ, લેપટોપ, ટુ-વ્હીલર, ફોર વ્હીલર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ આરોપીઓ કેનેડા અને અન્ય દેશનાં યુવાનોને ધમકાવીને રૂપિયા પડાવતાં હતાં. હાલ પોલીસ આ ઝડપેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે કે તેઓ આ લોકોની લીડ ક્યાંથી મેળવતા હતાં. આ ઉપરાંત તેઓ કયા હવાલા મારફતે આ રૂપિયા અન્ય દેશમાંથી અહીં મંગાવતા હતાં. જોકે આ કોલસેન્ટર કેટલા સમયથી ચાલતું હતું તે પણ હજી તપાસનો વિષય છે. આ ઉપરાંત પોલીસ તે પણ જાણવાનો પ્રયત્ન કરશે કે આ આરોપીઓ પહેલા અન્ય કોઇ બોગસ કોલ સેન્ટર સાથે સંકડાયેલા હતાં કે નહીં.
ગઇકાલે જ અમદાવાદમાંથી અન્ય એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું હતું. બાપુનગર વિરાટનગર ચાર રસ્તા પ્લોટ નં-૨૨માં અનીલ હોઝીયરી ઇન્ડ્રસ્ટ્રીયલ નામની ફેક્ટરીમાં ત્રીજા માળેથી બોગ્સ કોલ સેન્ટર પકડ્યુ હતું. સાયબર ક્રાઇમ બ્રાંચને બાતમી મળતા રેડ કરતા ફેક્ટરીની આંડમાં બોગ્સ કોલ સેન્ટર ચાલતુ હતુ. કોલસેન્ટરમાંથી ૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ફેક્ટરીના માલિક વિક્રમ શુક્લા દ્રારા કોલ સેન્ટર ચલાવવામાં આવતુ હતું તેવું જાણવા મળ્યું છે. અમેરિકન નાગરિકો કોલ કરીને ઇન્ટરનલ રેવન્યુ સર્વિસીસના અધિકારી હોવાનુ કહીને નાગરિકને ટેક્ષ ચોરી કરેલાનુ ખોટુ કારણ આપી લાખો રૂપિયા પડાવતા હતાં. તેઓ ડરાવતા હતાં કે પકડવાની કાર્યવાહી થશે અથવા ત્રણ મહિના જેલમાં રહેવુ પડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




