કાર ચાલકે ૪ને અડફેટે લેતા ૧ મહિલાનું મોત, સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

0
32

સુરત,તા.૭
સુરતથી ઓલપાડ જવાના રસ્તે એક મહિલાનું અકસ્માતમાં મોત થતા વિસ્તારમાં અરેરાટી વ્પાયી ગઇ હતી. જેના કારણે સ્થાનિકો રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકોની માંગણી સંતોષવાની બાહેધરી આપતા મામલો શાંત પડ્યો હતો.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, ગુરૂવારે સુરતથી ઓલપાડ જતા ચોકડી પાસે એક મહિલાને ટવેરા ચાલકે મહિલા સહિત બે વાહનોને અડફેટે લીધી હતી. જેના કારણે મહિલાના ઘટના સ્થળે જ મોત થયું હતું. મહિલાના મોતના પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
સ્થાનિકોએ રસ્તો બ્લોક કરી ચક્કાજામ કર્યો હતો. અને તંત્ર પાસે માંગણી કરી હતી કે અવાર નવાર થતા અકસ્માતોને ટાળવા માટે જ્યાં સુધી રોડ પર બમ્પ લગાડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહને સ્થળ ઉપરથી નહીં ઉઠાવવાની સ્થાનિક લોકોએ ફરજ પાડી હતી. બીજી બાજુ ઘટનાને પગલે લગભગ એકથી બે કિલોમીટર સુધી થયેલા ટ્રાફિક જામના પગલે પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.
આ ઘટનામાં કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે. અને ટવેરા ગાડીને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY