ચોરીના આ કેસમાં પોલીસે સરકારી કર્મચારીની ધરપકડ કરી
ચિકમંગલુરુ,તા.૭
કિંમતી સામાનોની ચોરીના ઘણા કિસ્સા તમારી જાણમાં આવ્યા હશે, પરંતુ કર્ણાટકના ચિકમંગલુરુમાં ચોરીનો એક અનોખો કિસ્સો બહાર આવ્યો છે. કહેવાય છે કે અહીં ગાયના છાણની ચોરી થઈ છે. આશ્ચર્યની વાત તો એ છે કે ચોરીના આ કેસમાં પોલીસે એક સરકારી કર્મચારીને ગિરફતાર કર્યો છે.
ચિકમંગલુરુ જિલ્લાના બિરૂર પોલીસ મથકના સીપીઆઇ સત્યનારાયણ સ્વામીએ જણાવ્યું કે પશુપાલન વિભાગના જાઇન્ટ ડાયરેક્ટરે ગાયના છાણની ચોરીના કેસમાં એફઆઇઆર દાખલ કરાવી હતી. તેમણે ફરિયાદ કરી હતી કે મૃતમહલ કવલના સ્ટોકમાં છાણ રાખવામાં આવ્યું હતું,જ્યાંથી ૩૫-૪૦ ટ્રેક્ટર છાણની ચોરી થઈ ગઈ હતી. આ છાણની કિંમત ૧.૨૫ લાખ રૂપિયા હતી.
તપાસ પોલીસે પશુપાલન વિભાગના સુપરવાઇઝરને ગિરફતાર કર્યો છે. તે સાથે જ જે વ્યક્તિની જમીન પર ચોરીનું છાણ જોવા મળ્યું હતું, તેની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઈ છે. પોલીસે જપ્ત કરેલું છાણ પશુપાલન વિભાગના અધિકારીઓને સોંપી દીધું છે.
યાદ રહે કે ગાયનું છાણ અને ગૌમૂત્ર ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાય છે. તેનો ઉપયોગ દેશી ખાતર બનાવવામાં પણ થાય છે. રાજ્યમાં ગૌમૂત્ર અને ગાયના છાણની ઘણી માગ છે. એ ઉપરાંત આયુર્વેદમાં પણ ગાયના છાણની માગ રહે છે. વિશેષજ્ઞા માને છે કે ગૌમૂત્ર અને ગાયના છાણનો ખેતરોમાં ઉપયોગ કરવાથી પાકનું ઉત્પાદન સારું થાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




