જમવા બાબતેના ઝઘડામાં હત્યા કરાઈ
સુરત, તા.૮
કામરેજ તાલુકાના જાખા ગામે આવેલા ફાર્મ હાઉસની પાછળ ખાવા કે રાંધવા બાબતના ઝઘડામાં યુવકના માથામાં લાકડાના ફટકા મારી હત્યા કરવામાં આવી હતી.
જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં આવેલા ટેમ્બા ગામના વતની ઘનશ્યામભાઈ નાનજીભાઈ ઝઢફીયા હાલમાં સુરત શહેરના મોટા વરાછા અબ્રામાં રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટીના ૩૨ નંબરના મકાનમાં રહે છે અને કામરેજ તાલુકાના જાખા ગામે ફાર્મ હાઉસ દરાવે છે. આ ફાર્મ હાઉસમાં કામ કરતા આરોપી કાપ મિલીયન થાંકો સોઈ સામતે અને મનુભાઈ દાદાભાઈ ગોહિલ સાથે ખાવા કે રાંધવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા કાપમીલીયને લાકડાના ફટકા વડે હુમલો કરી મનુભાઈની હત્યા કરી નાંખી હતી. હત્યાના બનાવ અંગે ફાર્મ હાઉસના માલિક ઘનશ્યામભાઈ ઝડફીયાએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાïદ નોîધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



