લાલગેટ પોલીસે બે વ્યક્તિની શંકાના આધારે પૂછપરછ હાથ ધરી
સુરત, તા.૮
સૈયદપુરા કાકરા શેરીમાં એક મહિલાની ઘાતકી હત્યા કરેલી લાશ મળી આવતા લાલગેટ પોલીસ દોડતી થઈ ગઈ હતી.
લાલગેટ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સૈયદપુરા કાકરા શેરી ઘર નં.૭/૨૦૪૧માં રહેમત ઉર્ફે રેશ્મા કૃષ્ણકાંત શાસ્ત્રી (વિધવા) ઉ.વ.૪૦ની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રે નવેક વાગ્યા પહેલા કોઈ અજાણ્યા વ્યક્તિએ આ મહિલાના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારથી ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી હતી. બનાવ અંગે લાલગેટ પોલીસે રામપુરા લોખાત હોસ્પિટલની કેન્ટીનમાં રહેતા ગોપાલસિંગ જશવંતસિંગ પવારની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. લાલગેટ પોલીસ મથકના પીઆઈ એ.એસ. પાટીલે તપાસ હાથ ધરી છે અને બે શકમંદ વ્યક્તિની પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



