રાષ્ટ્ર બચશે તો જ ધર્મ અને સંસ્કૃતિ બચશે : પૂ.પ. પદ્મદર્શનજી મહારાજ

0
18

સીએ કદમ દોશી, વિદિશા દોશીની વર્ષીદાન શોભાયાત્રા સંપન્ન
સુરત, તા.૮
શ્રી રાંદેર રોડ જૈન સંઘ સ્થિત જૈનાચાર્ય પૂ. અનંતયશ સૂરિજી મ., પૂ.આ. શ્રી તત્વદર્શન સૂરિજી મ.પૂ. પંન્યાસ પ્રવર શ્રી પદ્મદર્શન વિજયજી અને પૂ. શ્રમણ-શ્રમણી ભગવંતોની પુનિત નિશ્રામાં મુમુક્ષુ સી.એ. કદમ દોશી અને વિદિશા દોશીની વર્ષીદાનની ભવ્ય શોભાયાત્રા ૠષભ ટાવરથી શરૂ થઈ મુખ્ય રાજમાર્ગો ફરી રામ પાવન ભૂમિ ખાતે સંપન્ન થઈ હતી. આ શોભાયાત્રાને નિહાળવા હજારોનો માનવ મહેરામણ ઉમટ્યો હતો. વર્ષીદાનની શોભાયાત્રાના પ્રારંભમાં રાષ્ટ્ર, સંસ્કૃતિ, ધર્મ અને વિશ્વની રક્ષા માટે સર્વ પ્રથમ જન ગણનના રાષ્ટ્રગીતનું ગુંજન કરવામાં આવ્યું હતું. પૂ.પંન્યાસશ્રી પદ્મદર્શનજી મહારાજે જણાવ્યું હતું કે રાષ્ટ્ર બચશે તો જ ધર્મ અને સંસ્કૃતિ બચશે. વિશ્વ માત્રનું હિત કરવાની ભાવના સાથે મહાભિનીષ્ક્રમણ કરતાં બંને ય મુમુક્ષુઓના હૈયામાં આ જ ભાવના હોય તે સહજ છે. રાષ્ટ્રનો અભ્યુદય થાય અને સમગ્ર બ્રહ્માંડના જીવો સુખી થાય એ જ તમન્ના સાથે બંને આત્માઓ સાધનાના પંથે પ્રયાણ કરી રહ્ના છે.
આ ભવ્ય શોભાયાત્રામાં પ્રભુજીનો સુંદર રથ, બંને મુમુક્ષુઓના રાજ મહેલની પ્રતિકૃતિવાળી બે ગાડીઓ, પૂજ્ય ઉપકારી ગુરુભગવંતોની છબીવાળી બે ઘોડાગાડીઓ, સુશોભિત ઊંટગાડીઓ, નવસારી અને સુરતના સુપ્રસિદ્ધ બેન્ડો, નાસિક ઢોલ, અનુકંપાની ગાડી, સારાધારી શ્રેષ્ઠીઅો, સાત ચોવીસી સમાજના કચ્છ-વાગડાના હજારો ગુરૂભક્તો, પૂ.આચાર્ય ભગવંતો, શ્રમણ-શ્મણી ભગવંતો અને સમગ્ર સુરત તથા દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભાવુકો ઉમટી પડ્યા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY