માલ પરત આપી દીધા બાદ પણ ચેકોમાં છેકછાક કરી બેંકમાં ભરી દીધા

0
8

વેપારી સામે વિશ્વાસઘાત છેતરપિંડી થઈ
સુરત, તા.૮
માલ ખરાબ નીકળતા પરત આપ્યા બાદ આપેલા ચેકો પરત નહીં આપી વેપારીએ ત્રણ ચેકમાં છેકછાક કરી દોઢ લાખ રૂપિયાની રકમ ભરી ચેક બેંકમાં નાંખી રિર્ટન થતા ચેક રિર્ટનની નોટિસ આપી માલ ખરીદનાર સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સીટીલાઈટ રોડ, મોનાલીસા પાર્કમાં રહેતાં સુમિત મૂલચંદ શેઠીયાએ આરોપી અજીતકુમાર ઉત્તમચંદ માલુ સહિતના વિરદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીએ આરોપી વેપારી પાસેથી માલ ખરીદી ત્રણ ચેકો આપ્યા હતા. ત્યારબાદ માલ ખરાબ નીકળતા ફરિયાદીએ માલ પરત આપી દીધો હતો અને ચેકો પરત માંગ્યા હતા. પરંતુ આરોપીએ ચેક પરત કરવાને બદલે ચેકમાં છેકછાક કરી બેંકમાં આ ચેકોનું સ્ટોપ પેમેન્ટ કરાવ્યું છતાં આરોપી વેપારીએ ચેક બેંકમાં જમા કરાવતા ચેક રિર્ટન થયા હતા. આ અંગે આરોપી વેપારીએ ફરિયાદીને ચેક રિર્ટન નોટિસ પણ આપી હતી. આમ આરોપીએ ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY