બે અજાણ્યા થયા સીસીટીવીમાં કેદ
સુરત, તા.૮
સુરત શહેરના અમરોલી ચાર રસ્તા પાસે આવેલા સમર્થ પાર્ક શોપિંગ સેન્ટરની દુકાન નંબર એફ-૩૦માં ત્રાટકેલા તસ્કરો રૂ.૧.૫૯ લાખની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલી ક્રિષ્ણાપાર્ક સોસાયટીમાં રહેતાં રવિભાઈ અશોકભાઈ ચીખલીયા ઓનલાઈન વેપાર કરે છે અને અમરોલી ચાર રસ્તા પાસે આવેલા સમર્થ પાર્ક શોપિંગ સેન્ટરમાં એફ-૩૦ નંબરની દુકાન ધરાવે છે. અોનલાઈન વેપારી રવિભાઈની દુકાને તસ્કરો ત્રાટક્યા હતા અને લેપટોપ, મોબાઈલ, સાડીઅો, ચણીયા ચોળી, ઘડિયાળ તથા રોકડા રૂપિયા ૩૦ હજાર મળી કુલ રૂ.૧,૫૯,૮૦૦ની મતા ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોરીના બનાવ અંગે રવિભાઈએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પીએસઆઈ કે.એન. ગામીતે વધુ તપાસ શરૂ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે તપાસ દરમિયાન નજીકમાં આવેલી રેસ્ટોરન્ટના સીસીટીવી ફુટેજ ચેક કરતા બે અજાણ્યા એક્ટિવા પર જતા દેખાયા હતા. જેથી આ ફુટેજ આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આભાર – નિહારીકા રવિયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




