રવિવારે ૪૩મો સમૂહ લગ્ïન સમારોહ યોજાશે
સુરત, તા.૮
શ્રી સુરત રાણા સમાજ સને ૧૯૮૩ થી સમૂહ લગ્નોત્સવ વર્ષો વર્ષ યોજે છે. આ વર્ષે ૪૦માં સમૂહ લગ્નમાં ૪૩ યુગલો જાડાયા છે. સમૂહ લગ્નનો તમામ ખર્ચ સુરત રાણા સમાજના દાતાઓ ભોગવે છે. સમાજના દાનવીરો અને સમાજ આગેવાનો તરફથી કન્યાદાનમાં ઘર વપરાશની વિવિધ ચીજવસ્તુઓ તથા કરિયાવર આપવામાં આવે છે. સમાજના ૪૩ દાનવીરોએ એક કન્યા દત્તક લઈને તેમના તરફથી ૪૩ કન્યાઓને કન્યાદાન તરીકે ભેટ સોગાદ આપનાર છે. તેમજ સમાજના દાનવીરો દ્વારા તમામ ૪૩ કન્યાઓને સુવર્ણ મુદ્રા તેમજ ચાંદીનું દાન પણ કન્યાદાનમાં આપવામાં આવનાર છે.
તા.૧૦-૨-૨૦૧૯ને રવિવાર વસંત પંચમીના રોજ એસએમસી અઠવા પાર્ટી પ્લોટ, ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં ૪૦માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૦.૩૦ કલાકે ગ્રહશાંતિ, સાંજે ૬.૦૦ કલાકે હસ્તમેળાપની વિધિ રાખવામાં આવી છે. સમાજના ગોર મહારાજા ધાર્મિક વિધિ વિધાન સાથે આ લગ્ન સંપન્ન કરાવશે. ત્યારબાદ સમૂહ ભોજનનો કાર્યક્રમ રાખેલ છે.
સાંજે ૪ કલાકે અઠવાલાઈન્સ સુરત ટેનિસ ક્લબવાળી ગલીમાં આવેલ સર.કે.પી. કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં તમામ વરરાજા એકત્રિત થઈ સમૂહ વરઘોડો, ગ્રાઉન્ડથી નીકળી આદર્શ સોસાયટી થઈ અઠવા ઝોન ઓફિસવાળા રોડથી સમૂહ લગ્ન સ્થળે જશે. જેમાં સમાજના આગેવાનો દાનવીરો પણ જાડાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



