રાજસ્થાન સીમા પર રાજનાથ સિંહ શસ્ત્રપૂજા કરી જવાનો સાથે દશેરા ઉજવશે

0
160

ન્યુ દિલ્હી,તા.૧૫
ગૃહ પ્રધાન રાજનાથસિંહ રાજસ્થાનના જાધપુરમાં આવેલી ભારત-પાકિસ્તાન સીમા પર શસ્ત્રપૂજા કરીને જવાનો સાથે દશેરાની ઉજવણી કરશે.
કેન્દ્ર સરકારના કોઇ મોટા પ્રધાને શસ્ત્રપૂજા કરીને સરહદ પર દશેરાની ઉજવણી કરી હોય એવો આ શક્યતઃ પહેલો પ્રસંગ બની રહેશે.
ગૃહ મંત્રાલયે જણાવ્યા અનુસાર ભારત-પાકિસ્તાનની સીમા પર આવેલા રાજસ્થાનના બિકાનેરમાં તહેનાત સરહદ સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનો સાથે ૧૯મી આૅક્ટોબરે રાજનાથસિંહ દશેરાની ઉજવણી કરશે. આ પ્રસંગે તેઓ બોર્ડર પર આવેલી આઉટ પોસ્ટ (બીઓપી) પર જઇને ત્યાં શસ્ત્રપૂજા પણ કરશે. બે દિવસની પોતાની યાત્રા દરમિયાન સિંહ ૧૮મી આૅક્ટોબરની રાતે બીઓપીમાં રોકાશે અને બીજે દિવસે જવાનો સાથે દશેરાની ઉજવણી કરશે. આ પ્રસંગે તેઓ સરહદની સ્થિતિ અને વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની યોજનાઓની સમિક્ષા કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY