સુરતમાં પણ ૧૨ ડિગ્રી તાપમાન નોધાતા ઠંડીની જોરદાર અસર

0
12

સુરત, તા. ૦૯
જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં હિમવર્ષા તથા દિલ્હીમાં કમોસમી વરસાદની લીધે ઉત્તર ભારતથી ફૂંકાતી શીતલહેરની અસરથી રાજ્યના હવામાનમાં નોîધપાત્ર ઘટાડો થયો છે. આજે દક્ષિણ ગુજરાતમાં દિવસ દરમિયાન પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે રવિવારે વધુ ઠંડીનો અનુભવ થાય તેવી શક્યતા વ્યકત કરી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૨૨.૮ અને ન્યુનત્તમ તાપમાન ૧૨.૪ ડિગ્રી નોધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૪૯ ટકા અને હવાનું દબાણ ૧૦૧૯.૮ મીલીબાર નોîધાયું છે. શહેરમાં ઉત્તર પૂર્વ દિશાથી કલાકના ૨ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. ગતરોજની સરખામણીએ આજે ઠંડીનું જાર વધ્યું છે. નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૭ ડિગ્રી નોંધાયું છે. જે ગતરોજ ૭.૧ ડિગ્રી નોîધાયું હતું. વલસાડમાં આજે ન્યુનત્તમ તાપમાન ૯ ડિગ્રી નોધાયું છે. જે ગતïરોજ ૯.૬ ડિગ્રી નોધાયું હતું. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શીતલહેરની અસર વર્તાતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. રાત્રે અને મળસ્કે ઠંડીનો ચમકારો અનુભવાયા બાદ દિવસ દરમિયાન પણ ઠંડીની અસર જાવા મળી હતી. બપોરના સમયે તડકાં પણ ઠંડી અનુભવાતા શહેરીજનો ઠુંઠવાયા હતા. હવામાન વિભાગના દ્વારા રાજ્યમાં આવતીકાલે રવિવારે વધુ પારો ગગડે અને આજ કરતા વધારે ઠંડી અનુભવાય તેવી આગાહી કરી છે. આજે રાજ્યમાં સૌથી વધુ ઠંડી ૫.૮ નલીયામાં, ૬.૪ ગાંધીનગરમાં, ૬.૬ ડીસામાં અને ૭.૦ નવસારીમાં નોîધાઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY