સુરત ફાયર બ્રિગેડના લાશ્કરોએ ખાડીના પાણીમાં શોધખોળ શરૂ કરી
સુરત, તા. ૦૯
આજે બપોરે સાડા બાર વાગ્યાના સુમારે સણીયા હેમાદગામ નજીક ટ્રાન્સપોર્ટ ગોડાઉન નજીક નહેરમાં ન્હાવા પડેલા બે છોકરાઓ ખાડીમાં તણાઈ જતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે બપોરે સાડા બાર વાગ્યાના સુમારે સણીયા હેમાદ ગામની ખાડીમાં ૨ છોકરાઅો તણાયા હોવાની જાણ થતા ડુંભાલ અને ડીંડોલી ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે રવાના થયો હતો. ખાડી કિનારે કેટલાક છોકરાઓ ઉભા હતા તે પૈકી ન્હાવા પડેલા બે છોકરા ગુïમ થતા તેમના તણાઈ જવાની શક્યતા સેવાઈ રહી છે. બપોરે આ અહેવાલ લખાય છે ત્યાં સુધી ફાયરની ટીમ સ્થળ પર પહોîચી શોધખોળ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



