રાંદેરમાંથી ચોરાયેલી એક બાઈક પોલીસે કબજે કરી
સુરત, તા.૯
ડીસીબી પોલીસે બે રિઢા વાહન ચોરની ધરપકડ કરી રાંદેર વિસ્તારમાંથી ચોરાયેલી મોટર સાયકલના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
ડીસીબી પોલીસે બાતમીના આધારે આરોપી અલ્પેશ મનુ લાખાણી રહે. ગ્રીન પાર્ક, સોસાયટી, ત્રિકમનગર, વરાછા, મિતેશ ઉર્ફે કાનો પરસોત્તમ ઉર્ફે દાસભાઈ ઘરસંડિયા રહે. પાસોદરાની ચોરીની મોટર સાયકલ સાથે ઝડપી પાડ્યા હતા. આરોપી ચોરોએ આ મોટર સાઈકલ રાંદેર પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી હતી. ડીસીબી પોલીસે આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



