જામણકુવા ગામે જેસીબી મશીને પાઈપ લાઈન તોડી નાંખતા મારામારી

0
40

બે જણાએ એક પર લાકડી અને ફટકાથી હુમલો કર્યો
સુરત, તા.૧૧
માંડવી તાલુકાના જામણકુવા ગામ ખાતે દૂધ ડેરીની પાછળ જેસીબી મશીનની મદદથી ગામની પાણીની પાઈપ લાઈન કેમ તોડી નાંખેલ છે. તેમ જણાવી બે ઈસમોએ લાકડીના ફટકા વડે હુમલો કરી જેસીબી મશીનના ચાલક ઈજાઓ પહોîચાડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ માંડવી પોલીસ મથકે નોîધાયો હતો. પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંડવી તાલુકાના જામણકુવા ગામ ખાતે આવેલા ખાખરી ફળીયામાં નીકુંજભાઈ ચેતનભાઈï ગામીત રહે છે. ગતરોજ ઝીણાભાઈ ચૌધરી તથા અરૂણભાઈ ચૌધરી વગેરેઓએ જેસીબી મશીન ચલાવતા નિકુંજભાઈ ગામીત સાથે ગામની પીવાના પાણીની લાઈન તમે જેસીબી મશીનની મદદથી કેમ તોડી નાંખી તેવું જણાવી લાકડાના ફટકા વડે જેસીબી મશીનના ચાલક પર હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહોચાડી ફરાર થઈ ગયા હતા. ચાલક નિકુંજ ગામીતે ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY