કાર્યક્રમમાં ૨૩૧૩ લાભાર્થીઓએ લાભ લીધો
સુરત, તા.૧૧
રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત અનેકવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃત્તિઓ તથા વહીવટ પ્રત્યે પ્રજાના પ્રશ્નોનો ન્યાયિક ચોક્કસ તથા ઝડપી ઉકેલ આવે તેમજ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તે હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી યોજનાઓ સંલગ્ન વિભાગો દ્વારા સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય તે હેતુસર તા.૯-૨-૨૦૧૯ના રોજ સવારે ૯.૦૦ થી ૫.૦૦ કલાક રાંદેર ઝોન ઓફિસ, બાળા સાહેબ દેવરસ રોડ, તાડવાડી રાંદેર, સુરત ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા ‘સેવાસેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સેવાસેતુ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ. આ કાર્યક્રમમાં અધ્યક્ષીય ઉદ્ïબોધન કરતા મેયર ડો . જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર લોકોની જરૂરીયાતને પારખી વિવિધ યોજના કાર્યાન્વિત કરી છે. ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વની યોજનાઓ-સેવાઓ પૂરી પાડી છે. સેવાસેતુ જેવા કાર્યક્રમ થકી ગરીબ વ્યક્તિને તેના દ્વારે મફતમાં અને એક જ દિવસમાં સેવા પુરી પાડી વ્યક્તિની જરૂરીયાતને સંતોષવા સાતે તેના સમય અને નાણાનો પણ બચાવ કર્યો છે. સેવાસેતુમાં પૂરી પાડવામાં આવતી સેવાઓ મુશ્કેલીના સમયમાં આશીર્વાદરૂપ બની રહે છે તેમ જણાવતા માં વાત્સ્લય-મા અમૃતમ તથા આયુષ્યમાન ભારત યોજનાના ઉદાહરણો થકી આ યોજનાઓ ગરીબો માટે પાસપોર્ટ સમાન ગણાવી હતી.
સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગો જે કે મહેસૂલ વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સીટી સર્વે સુપ્રીટેન્ડન્ટ, સમાજ સુરક્ષા વિભાગ, પુરવઠા વિભાગ તથા સુરત મહાનગરપાલિકાના ગુમાસ્તા વિભાગ, વ્યવસાય વેરા વિભાગ, આકારણી-વસૂલાત, પ્રોપર્ટી ટેક્ષ વિભાગ આરસીએચ, વિભાગ વિવિધ બેકો શ્રમિક, કલ્યાણ બોર્ડ, આરટીઓ, વગેરે દ્વારા દિવસ દરમ્યાન કુલ ૨૩૧૩ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



