લીંબાયતના બુધ્ધ વિહારમાંથી ૧૦ હજારની ભગવાનની મૂર્તિની ચોરી

0
16

તસ્કરોએ દાન પેટી તોડી રોકડા રૂપિયા લઈ ગયો
સુરત, તા. ૧૧
આજકાલ તસ્કરોએ ભગવાનના ઘરને પણ છોડતા નથી, મંદિરની દાનપેટી સહિત ભગવાનન દાગીના ચોરી જવાની ઘટનામાં વધારો થયો છે. આવા જ એક બનાવમાં લીંબાયત બુધ્ધ વિહાર મંદિરમાંથી તસ્કરોએ ભગવાન ગૌતમ બુધ્ધની મુક્તિ અને દાનપેટીમાંથી રોકડા રૂપિયા ચોરી ગયા હતા. લીંબાયત પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શાનિ્તનગર પાસે આવેલ બુધ્ધ વિહાર મંદિરમાંથી અજાણ્યા તસ્કરો રૂ.૧૦ હજારની કિંમતની ભગવાન ગૌતમ બુધ્ધની મૂર્તિ અને દાનપેટી તોડી રોકડા રૂપિયા ૪૦૦૦ મળી કુલ્લે રૂ. ૧૪,૦૦૦ની મતા ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે લીંબાયત પોલીસ મથકે સુભાષભાઈ પારનુજાભાઈ ઝાડેએ પોલીસ ફરિયાદ નોધાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY