મિલકતમાં પાંચ ભાઈ-બહેનોનો હિસ્સો નહીં મળતા પોલીસ ફરિયાદ
સુરત, તા. ૧૧
પાંચ ભાઈ બહેનની વાલક ગામ સ્થિત મિલકત કાકાએ બોગસ દસ્તાવેજા બનાવી વેચી નાખી હોવાની ફરિયાદ સરથાણા પોલીસ મથકે નોધાઈ હતી.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વાલક ગામ મસ્જીદ ફળિયામાં રહેતા હીરાબેન નુરૂલભાઈ મહિડાએ આરોપી કાકા રસુલભાઈ ભીખાભાઈ મહિડા કનકસિંહ કોસાડ વિરદ્ધ સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદ સહિત પાંચ ભાઈ-બહેનનો હિસ્સો ધરાવતી મિલકત આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ખોટું કુલમુખત્યારનામુ બનાવી પાંચેય ભાઈ-બહેનની ખોટી સહી કરી આરોપી કનકસિંહ રામસિંગ કોસાડાએ સાક્ષી તરીકે સહી કરી આ કુલમુખત્યારનો સાચા તરીકે ઉપરોકત મિલકત વેચી નાખી હતી. બનાવ અંગે સરથાણા પોલીસ ફરિયાદ નોધી પો.ઈ. એન.ડી. ચૌધરીએ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



