સચિન-મરોલી વચ્ચે મેગા બ્લોક, વિવિધ ટ્રેન પડશે મોડી

0
10

સુરત,તા.૫
સુરતના સચિન-મરોલી વચ્ચે રેલવે વ્યવહારને બ્લોક કરાયો છે. સવારે ૧૦.૫૦થી બપોરના ૨.૨૦ સુધી ડાઉન લાઇન પર મેગા રેલવે બ્લોક રહેશે. આ બ્લોકને કારણે ૪ ટ્રેનો હવે મોડી પડશે. બોરીવલી-સુરત મેમુ ટ્રેન નવસારી સુધી દોડાવાશે. તો સૌરાષ્ટ્ર અને દુરન્તો એક્સપ્રેસ ટ્રેન મોડી પડશે.
ઉલ્લેખીય છે કે, રેલવે વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવનારી હોવાથી આજરોજ સચિન-મરોલી વચ્ચે મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. આ મેગા બ્લોકને કારણે સવારે ૧૦.૫૦થી બપોરના ૨.૨૦ સુધીના રેલ વ્યવહારને અસર પડશે.
આપને જણાવી દઇએ કે, આ પહેલા પણ રેલવે વિભાગ દ્વારા મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. જેના પગલે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને પણ અગવડતા ભોગવવાનો વારો આવ્યો છે અને સમયસર ગંતવ્ય સ્થળે પહોંચી શકિયા નથી. ત્યારે આજરોજ ફરી એકવાર સુરતના સચિન-મરોલી વચ્ચે રેલવે દ્વારા મેગા બ્લોક જાહેર કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY