નાકરાણી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના તબીબના કારણે દરદીનો જીવ જોખમમાં
સુરત, તા. ૧૨
લાલદરવાજાની પાસે આવેલી નાકરાણી સુપર સ્પેશ્યાલિટી ક્લીનીક હોસ્પિટલના ડો. કૃપાલ મનસુખભાઈપટેલ વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. દરદીને કેન્સર હોવા છતાં પણ કેન્સર ન હોવાનું જણાવીને દાઢ કાઢી નંખી સારવાર ચાલુ રાખી દરદીનું કેન્સર છેલ્લા સ્ટેજ ઉપર જતા ડોક્ટરો દરદીની જિંદગી સાથે છેડા કરી જીવ જોખમમાં મૂકી દીધો હતો.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાસોદરા ગામ ગઢપુર ટાઉનશિપમાં રહેતા હીરા વેપારી હસમુખભાઈ કેવડિયાને દાઢમાં દુઃખાવો થતા લાલદરવાજા સ્થિત નાકરાણી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. જ્યાં ડો. કૃણાલ મનસુખભાઈ પટેલે સારવાર દરમિયાન સેમ્પલો લઈ લેબોરેટરી રિપોર્ટ કરાયો હતો. આ રિપોર્ટમાં કેન્સર હોવાનું લખાઈને આવ્યું હોવા છતાં પણ ડો. કૃણાલ પટેલે કેન્સર ન હોવાનું જણાવી દાઢ કઢાવી નાખી સારવાર ચાલુ રાખી હતી. આ દરમિયાન ફીરયાદી દરદીની કેન્સરની બીમારી વધતી ગઈ અને છેલ્લા સ્ટેજ ઉપર પહોંચી હતી. આમ આરોપી ડોક્ટરે ફરિયાદી દરદીની જિંદગી અને શારીરિક સલામતી જાખમમાં મૂકી સારવારમાં બેદરકારી દાખવી ગુનો કર્યો હતો. બનાવ અંગે મહિધરપુરા પોલીસે ડો. કૃણાલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




