સુધારેલી યાદી વેબસાઈટ પર મુકવામાં આવી છે
સુરત, તા.૧૨
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતમાં જિલ્લા ફેરબદલીથી આપના જિલ્લામાંથી આવનાર શિક્ષકની અરજીઅો વ,ર્ વાર નોંધવામાં આવેલ છે. જે શિક્ષકો પ્રાથમિક વિભાગમાં છે, તેઓનાં નામ પ્રાથમિક વિભાગની ધો.૧ થી ૫ યાદીમાં સામેલ છે. જે શિક્ષકોએ પ્રાથમિક વિભાગમાં અરજી કરેલ અને તેઓએ ધો.૬ થી ૮માં ઉચ્ચ પ્રા.વિભાગમાં વિકલ્પ સ્વીકારી અત્રેની કચેરીને જરૂરી પૂરાવા રજૂ કરેલ હશે, તેઓના નામ વિષયવાર (ક-ખ-ગ) અને વર્ષ વાર યાદી મુજબ નોંધવામાં આવેલ છે.
ઉપરોક્ત સંદર્ભે પત્રથી વેબસાઈટ-ઈમેઈલ પર યાદી મુકવામાં આવેલ હતી. તે મુજબ સુધારા વધારા કરી યાદી ફરીથી આ સાથે મુકવામાં આવે છે. શ્રેયાન યાદીમાં જણાવેલ હાજર રહેનાર ઉમેદવારોએ કેમ્પમાં ઉપસ્થિત રહે તે સમયે તેમણે કરેલ અરજીની નકલ સાથે જરૂરી પ્રમાણપત્ર સહિત હાજર રહેવા જણાવવામાં આવે છે. જા કોઈ ઉમેદવાર કેમ્પમાં ગેરહાજર રહેશે તો ગેરહાજર ઉમેદવારનો સીનીયોરીટીમાં હક્કદાવો રહેશે નહીં. તેમજ ત્યારબાદ હાજર રહેનાર ઉમેદવારને પસંદગી આપી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
અત્રેની કચેરીનો જિલ્લા ફેરબદલીનો કેમ્પ તા.૧૪-૨-૨૦૧૯ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે શાળા ક્રમાંક ૩૮-૩૯ મ્યુનિ. ડેપો પાસે, સગરામપુરા તરણકુંડ સામે સુરત ખાતે રાખવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



