પાનોલીમાં પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ લી.ની સિલ્વર જ્યુબીલી ઉજવાઈ

0
4

ગાર્ડન સીટીમાં યોજાયો કાર્યક્રમ
સુરત, તા.૧૨
અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસી ખાતે આવેલ જાણીતી કંપની પી.આઈ. ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ૨૫ વર્ષ પૂર્ણ કરતા તા.૧૦મી ફેબ્રુઆરીના રોજ કંપનીના કર્મચારીઓ અને કંપની સંલગ્ન વેપારી સમૂહ માટે સિલ્વર જ્યુબલી મહોત્સવનું આયોજન ગાર્ડન સીટી ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પી.આઈ. ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર મયંક સિંગલે કંપનીનો વિસ્તૃત ચિત્તાર આપ્યો હતો અને કંપનીની સિદ્ધિઓ બદલ કર્મચારીઓને બિરદાવ્યા હતા. તેમણે સામાજિક ક્ષેત્રે હાથ ધરવામાં આવેલી અને વિવિધ પ્રવૃત્તિઓનો ચિત્તાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં કંપનીના ચેરમેન સલીલ સિંગલ સહિત બોર્ડ અોફ ડિરેક્ટર્સ હાજર રહ્ના હતા. કંપનીના સિલ્વર વર્ષની ઉજવણીના પ્રોગ્રામ યે જિંદગી ગલે લગાલે જાણીતા વિવેચક અને વક્તા કાજલ વૈદ્યએ પ્રસ્તુત કર્યું હતું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY