લગ્ન પ્રસંગની લક્ઝરી બસ સુરત શહેરમાં અવર-જવર કરી શકશે

0
6

શહેરમાં પ્રવેશબંધી જાહેરનામાં અંતર્ગત પ્રતિબંધમાંથી મુક્તિ
સુરત, તા.૧૨

સુરત શહેરના ઝડપી વિકાસના કારણે વસ્તીમાં અને વાહનોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. વસ્તીની ગીચતાના કારણે સુરત શહેરમાં ટ્રાફિકની મોટી સમસ્યા ઉભી થવા પામી છે. વાહનોના ધુમાડાના લીધે પ્રદુષણમાં પણ અસહ્ય વધારો થવાની સાથે જાહેર રોડ ઉપર આડેધડ પાર્કગના કારણે વાહન ચાલકોને અને રાહદારીઓની મુશ્કેલીમાં ખુબ વધારો થયો છે. જેને ધ્યાને લઇ શહેરમાં મોટી સંખ્યામાં ફરતી લકઝરી પેસેન્જર બસના પ્રવેશ અને અવર-જવર તથા જાહેર રોડ ઉપર પાર્કગ પર પ્રતિબંધ મુકવો અનિવાર્ય જણાતા પોલીસ કમિશનરશ્રી સતીષ શર્માએ એક જાહેરનામુ બહાર પાડ્‌યું છે. જે મુજબ લગ્ન પ્રસંગે યજમાને લકઝરી બસની શહેરમા અવર-જવર માટે ટ્રાફિક શાખાની પરવાનગી લેવાના નિયમને કારણે યજમાન અને તેના પરિવારના સભ્યોના લગ્ન વિષયક કાર્યો ખોરવાય જતા હોય, જે બાબતોને ધ્યાને લઇ જાહેરનામામાં આંશિક સુધારો કરી લગ્ન પ્રસંગની બસ/લકઝરી બસને જાહેરનામાના પ્રતિબંધમાથી મુક્તિ આપવામા આવે છે.
(૧) સવારે ૮.૦૦ થી રાત્રે ૧૦.૦૦ વાગ્યા દરમિયાન સુરત શહેર વિસ્તારમાં હવે પછી પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવેલ માર્ગો અને અપવાદોમાં દર્શાવેલ મુક્તિ આપેલ વાહનો સિવાય ખાનગી પેસેન્જર લકઝરી બસોનાં પ્રવેશ/અવર-જવર તથા રોડ ઉપર પાર્કગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. પરંતુ આ પેસેન્જર લકઝરી બસોને નીચે જણાવેલ માર્ગો ઉપર ૨૪ કલાક ફક્ત પ્રવેશ અને અવર-જવર કરવા માટે પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. પરંતુ કોઇપણ સંજોગોમાં જાહેર રોડ ઉપર પાર્કિઁગ કરી શકશે નહિ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY