ફાયર સેફટીના અભાવે વેસુ રોડના મેગ્નેસ મોલની ૧૩૫ દુકાનો સીલ

0
4

ત્રીજા અને ચોથા માળે જીએસટીની ઓફિસ સિવાય આખો મોલ સીલ કરાયો
સુરત, તા. ૧૩
વેસુ કેનાલ રોડ પર વીઆઈપી રોડ નજીક આવેલ મેગ્નસ મોલમાં ફાયર સેફટીના અભાવે ફાયર વિભાગ દ્વારા આજે એક સાથે ૧૩૫ જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે. ત્રીજા અને ચોથા માળે આવેલી જીએસટીની ઓફિસ સિવાય બેઝમેન્ટ ગ્રાઉન્ડ ફલોર અને પહેલા બીજા માળ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી.
સુરત મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફસર બી.કે. પરીખના જણાવ્યા અનુસાર આજે વહેલી સવારથી જ વેસુ કેનાલ પર રોડ પર આવેલ હાઈરાઈઝ મેગ્નેસ મોલમાં ફાયર સેફટીના અભાવે ૧૩૫ દુકાનો સીલ કરવામાં આવી છે. આ મોલમાં ફાયર સેફટીનો અભાવ હોવાની નોટિસ આપવામાં આવી હતી. છતાં પણ બિલ્ડર કે સંચાલક દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. આજે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર પ્રથમ અને બીજા માળ ઉપર આવેલ ૧૩૫ જેટલી દુકાનોને એક સાથે સીલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. ફાયર સેફટીના સાધનો જ્યાં સુધી અમલમાં ન આવે ત્યાં સુધી સીલ ખોલવામાં આવશે નહીં. આ મોલના ત્રીજા અને ચોથા માળે જીએસટીની અોફિસ આવી હોવાથી આ ઓફિસ છોડીને અન્ય તમામ દુકાનોને ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે. ફાયર વિભાગની કડક કાર્યવાહી જાતા અન્ય એપાર્ટમેન્ટના સંચાલકો અને દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY